પાપા , What is mother tongue ?

પાપા , What is mother tongue ?

Bye papa, see ya later કહીને HKG ના રૂમ તરફ દોડતા મિહિરને જોઈને મને ખુબ દુખ થતું હતું તો એના પપા ની છાતી જાણે ગજ-ગજ ફૂલતી હતી ,માત્ર એક જ કારણ કે એનો છોકરો એટલી નાની ઉમરમાં ઈંગ્લીશ બોલે છે.. જે બાળક ને હજી ‘ભાષા ’ શું એ જ ખબર નથી એ અંગ્રેજો ની ‘અંગ્રેજી ’ માં માં -બાપ નું અભિવાદન કરી સકે છે ..પણ ગુજરાત માં રહેતા એ વળી ના એ સુપુત્ર ને ગુજરાતી નો કક્કો બરક્ષારી નહિ આવડતું હોય (અલબત કે ફરજીયાત હોય )..જે પોતાના જીવન નો પાયો માંડવા દોડી રહ્યો છે તે નાનો બાળક ને ખબર નથી કે HI અને ‘પ્રણામ’ વચ્ચે કેટલા સમુંદર નું અંતર છે ..પણ માં -બાપ સુ કામ પણ આંધળી દોડ માં તેના બાળપણ ને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળે છે ?…પોતાની પ્રતિષ્ઠા ખાતર બાળક ના પાયા ના ભણતર નું બલિદાન ?..
આજના ગુજરાતી વાલીઓના બાળક ભણતર ની સરુઆત થાય ત્યારે દરેક માં -બાપ દ્વિધા માં હોય છે કે ”ઈંગ્લીશ મીડીયમ માં મુકવો કે પછી ગુજરાતી માધ્યમ માં ?’’. જો હેમંતભાઈ નો સ્મિત ઈંગ્લીશ મીડીયમ માં છે આપનો મિહિર ગુજરાતી માધ્યમ માં જશે તો નીચું ની જોખાય ?”.બસ……. આ જ આપની પ્રતિષ્ઠા નો પ્રશ્ન આગળ જતા બાળક ના ‘મીડીયમ’ ભણતર નો મોટો પ્રશ્ન બની જાય છે .. અને જયારે અંગ્રેજી પર પ્રભુત્વ ના હોતા ક્લાસ માં માસ્તર નું સમજાવેલું સમજાય નહિ ત્યારે ઓછા ગુણ આવે છે.. જેને તમે ‘પેપર અઘરું હતું’ કઈને પણ આત્મસંતોષ અનુભવતા નથી…મારો ઈંગ્લીશ ભાસા કે પાશ્ચયતકારણ નો વિરોધ નથી પણ વિરોધ છે આંધળા અનુકરણ નો. ચોક્કસ અંગ્રેજી મીડીયમ માં પણ ભણવો પણ સુ તમારા ઘર નું વાતાવરણ એને ભાષા પર નું મજબુતીકરણ બનવા આપી સકે એવું છે?..બાળક નો અભિગમ હકારાત્મક છે?..વગેરે ગણ મુદ્દા જોયા બાદ જ તમે નક્કી કરો એ સારું રહશે નહિ તો હાલત મિહિર ના પપ્પા જેવી થાય ૫ માં ધોરણ માં અફસોસ તો થાયકે હવે તો ૫૦ % થી ઉપર આવતા જ નથી,બાળક ને પૂરું સમજાતું જ નથી.. બધા સલાહ તો આપે છે પણ જો ફરી થી ગુજરાતી માધ્યમ માં લે તો ‘આબરૂ’ નું સુ થાય યાર?..
જરૂરી નથી કે ઈંગ્લીશ મીડીયમ માં ભણેલ વિદ્યાર્થી જ સળસડાટ અંગ્રેજી માં ભાસન આપી સકે એ તો ગુજરાતી માં ભણેલ મિહિર પણ આપી સકે પણ, તો જ જો એનો માતૃભ્સા પ્રત્યે નો પાયો પાક્કો હશે..ઈંગ્લીશ એની માતૃભાષા નથી એટલે એને પુરતું વાતાવરણ પ્રાપ્ત પણ નથી થતું અને બીજું કે ગુજરતી ઘર ના વાતાવરણ માં મોટા થતા અને ‘ ઈંગ્લીશ ના એટ્મોસ્ફીયર ‘ માં વિદ્યાપ્રાપ્ત કરતા એ બાળક ની પરિસ્થિતિ શું થાય ?? ..માત્ર HI HELLO કે BYE થી તમારો લાડલો ઈંગ્લીશ માં સ્નાતક ની બની જાય …જરૂર બનશે જો હશે એના પાસે એનો પાયો , એ ભાષા પ્રાપ્ત કરવાનું વાતાવરણ ..નહીતર તો ”ધોબી નો કુતરો ના ઘર નો ન ઘાટ નો ” કહેતા ગણા ને સાંભળ્યા છે પછી એમાં સુર પુરાવવાનો જ રહે…જયારે એne ૪ થા કે ૫ માં ધોરણ થી ઓછા માર્ક્સ આવાનું ચાલુ થાય ત્યારે સમજાય કે હેમંતભાઈ ની દેખાદેખી ના કરી હત તો સારું હતું..નતો ગર માં બોલાતું પૂરું ગુજરાતી સમજાય કે ન તો એ શિક્ષક મહોદય દ્વારા સમજાવતું અંગ્રેજી ..સ્વાભાવિક છે ક છોડ ને સતત સમયાંતરે પાણી,તડકો અને પોષક તત્વો મળે તો જ પૂરો વિકાસ થાય નહીતર મુરજાઇ જાય એમ બાળક પણ એક કોમલ છોડ છે એને સતત જે -તે વિષય વસ્તુ નું જ્ઞાનરૂપી પાણી આપ્સુ તો જ એ જીવન સમાન ધરતી પર ફૂલી ફળી સક્સે..એના માળી પણ તમે જ છો સુરજ પણ તમે અને ખાતર પણ…..તમારા બાળક નો પાયો તો માતૃભ્સા જ હોવો જોઈએ ..નહીતર તૈયાર રહેજો ‘’પાપા , What is mother tongue ?” સાંભળવા માટે….

Advertisements

3 comments

  1. રોનકભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s