હવે મૃગજળમાં જળ કાં શોધીએ ?

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

(સૌ : ફોર્વડેડ ઈ-મેઈલ)

Advertisements

3 comments

  1. તમારા બ્લોગ પર આજ પ્રથમવાર આવવાનું થયું., કાવ્ય -ગઝલ-ગીત સાંભળવા ગમે છે, અને કોઈ કોઈ વખત વાંચવા પણ ગમે છે, કારણ તેની શબ્દ રચના … અર્થ તો પોતો જ કાઢીએ પરંતુ તે પણ સારો …
    કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
    ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ

    ખરેખર અહમના કાદવને શોધીએ તો….!?

    સરસ રચના

    અભિનંદન

    અશોકકુમાર દેશાઈ
    das.desais.net


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s