અભિનંદન તમે જીત્યા છો ૧૦,૦૦,૦૦,૦૦૦ US$

Ronak Gajjar

ના.. ના.. ‘દિવ્ય ભાસ્કર’ના આ શબ્દો નથી પરંતુ આ શબ્દો છે હાલમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ‘ઇમેઇલ બ્લેકમેલિંગ’ કંપની સંચાલકોના. ઇમેઇલ હેક કરી ખોટી લોટરી લાગવાના પ્રલોભન વાળા ઇમેઇલો મોકલી કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવવાના બનાવો ભારતમાં વઘ્યા છે. જેમાંથી કચ્છ પણ હવે બાકાત રહ્યું નથી. કચ્છના સ્થાનિકોના ઇમેલનો સર્વે કરતાં ૧૦ ઇમેઇલ આઇડીમાંથી ૬ ઇમેઇલ આઇડીમાં આવા બોગસ મેઇલ જોવા મળ્યા હતા.
આવી કંપનીઓ આફ્રિકા કે યુ.કે. માં આવેલી છે. જેઓ ઓનલાઇન યુસર્ઝનો ઇમેઇલ આઇડી હેક કરે છે, ત્યાર બાદ આવા લાખો વપરાશકારોને તેઓ અભિનંદન આપતો મેઇલ કરે છે.
જેમાં પોતાની કંપનીની બનાવટી વિગતો લખે છે. પ્રથમ મેઇલમાં કંપનીના નામની પોતાની ઓર્ગેનાઇઝેશન લોકો સમક્ષ દર્શાવે છે. જેમાં અમુક ખોટા આફ્રિકન અથવા ઇંગ્લેન્ડના એડ્રસ સાથે કોન્ટેકટ ડિટેઇલ હોય છે અને આ રીતે લોકોને ફસાવે છે કે, ‘તમે નોકિયાના ૨૦૦૯ના લક્કી લોટરી પ્રોગ્રામ’માં સિલેકટ થયેલા વિશ્વભરના દેશો ઇટાલી, જર્મની, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ, આરબ કન્ટ્રી વગેરેમાંના ૮ લક્કી વિજેતામાંના એક વિજતા છો તમારું ઇમેઇલ આઇડી ઓનલાઇન બલેટિંગ લોટરી પ્રોગ્રામથી સિલેકટ થયું છે.

આમ વારંવાર ‘અભિનંદન’નો વરસાદ કરી ભાવનાત્મક શબ્દોથી વ્યકિતને ફસાવવાનું આ પ્રથમ પગલું તેઓ ભરે છે. ત્યાર બાદ વ્યકિતને વધુ ભરોસો આપાવવા ઇમેઇલમાં ખોટા ઇ-ટીકેટ નંબર, રેફન્સ નં, બેચ નં અને લક્કી નંબર આપવામાં આવે છે. જે તમને સાચવી રાખવાનું કહેતો વારંવાર ઇ-મેઇલ પણ મોકલવામાં આવે છે.
જેમાં કેટલાક લાલચુ લોકો ફસાઇ જતા હોય છે. આ મેઇલમાં કોઇ બ્રાન્ચ મેનેજર, ડિરેકટરના મેઇલ એડ્રસ અને ફોન નંબર પણ મોકલવામાં આવે છે. જેનો તમને સંપર્ક કરવાનું કહેવામાં આવે છે તો આ એજન્ટ પણ તમે જયારે સંપર્ક કરો છો ત્યારે તે કોઇ સેલ્સ મેનેજરની જેમ તમને ફસાવી લેવા તત્પર હોય છે.
આ દરમિયાન તમને ફસાવવા વધુ એક પ્રયત્ન રૂપે નોટ લખવામાં આવે છે કે, આ ઇનામના રૂપિયા એક મહિનાની અંદર રિલીઝ કરાવો નહીંતર ત્યાંના ફંડ ઓર્ગેનાઇઝેશનને આપી દેવામાં આવશે. આવું જોતા જ સામેની વ્યકિત જલદી રૂપિયા મેળવવા આતુર થાય છે. અને એજન્ટનો સંપર્ક કરે છે. આ રીતે જ કદાચ લાખો લોકો લાલચનો ભોગ બની લાખો રૂપિયા ગુમાવી બેઠા છે.
પ્રલોભનથી ફસાયેલા લોકો જયારે એ એજન્ટનો સંપર્ક કરે છે ત્યારે રાબેતા મુજબ અભિનંદનના વરસાદ બાદ સામેની વ્યકિત પાસે જલદી રૂપિયા મેળવવાના પ્રલોભન આપી વિગતો મંગાય છે.
આ રીતે આ મેઇલનો જવાબ આપી અનેક લોકો ખાડામાં ઉતરી ગયા છે. તમને સીધા પેમેન્ટ માટે તેઓ ત્યાનાં US$ ૧૫૦૦ માંગે છે. આ પૈસા માગવાનું સ્પષ્ટ કારણ ટ્રાન્સફર ચાર્જ, ટેક્ષ, કોર્ટ, એફિડેવિટ વગેરે આપે છે.આ ઓપરેશનના અંતિમ ચરણમાં જયારે પેસેફિક ફાઇનાસન્સ એલટીડી નામની કંપની નાઇઝિરિયા (આફ્રિકા)ના ડિરેકટર રેવ બેંકો માર્ટીનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ રૂપિયા ભારતમાં મુંબઇની સ્થાનિક બેંક દ્વારા ચૂકવવામાં આવશે.
‘દિવ્ય ભાસ્કરે’ આ સમગ્ર ઓપરેશન ટેલિફોન અને ઇમેઇલ થી પૂરુ કર્યું હતું. જયારે એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યા ત્યારે પહેલા તમે ઇનામની રકમ મોકલો તો ત્યારબાદ તમારો એકસ્ટ્રા ચાર્જ જે US$ ૧૫૦૦ છે તે મોકલું તો એજન્ટનો જવાબ હતો કે આ બધા પૈસા તમારા લોકરમાં સકિયોર છે જેની ચાવી અને પાસવર્ડ સ્થાનિક સરકાર પાસે છે તમે પૈસા મોકલો બાદ જ આ ચાવી રિલીઝ થશે… છે ને હાસ્યસ્પદ વાત અને ખોટેખોટા ગેરેન્ટી લેટર પણ મોકલે છે આ કંપની. આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા એ હેતુથી કરવામાં આવ્યો છે કે, આવડી મોટી રકમના પ્રલોભનમાં કંપની દ્વારા મંગાતા રૂપિયા આપી વધુ લોકો ન છેતરાય તે માટે ભાસ્કર દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું.
બેંક એકાઉન્ટ હેક કરવાનું ષડયંત્ર
સામાન્ય રીતે હેકીંગના આ યુગમાં એમાં પણ આવી લેભાગુ કંપનીઓ દ્વારા આટલી બધી વિગતો માગ્યા બાદ તમાર બેંક એકાઉન્ટ તેઓ હેકના કરે તે વાત શકય નથી… અને આ બધું માત્રને માત્ર તમારા બેંક a/c માંથી પૈસા પડાવી લેવાનું જ ષડયંત્ર છે, તેવું આ ઓપરેશન દરમિયાન ખુલ્યું હતું.

Advertisements

One comment

  1. રોનક ગજ્જર ,આ લેખ આપવા બદલ આભાર મારા એક મિત્રને યુકેની લોટરી ભારતમાં લાગી મને ખાતરી કરાવવા માંગતા હતા પણ જલ્દી માનવા તૈયાર નહોતા થતા કે આ બોગસ મેઈલ છે..ખુબ થાકી ગયો સમજાવતા..કહેવત યાદ આવી ગયેલી કે લોભિયા હોય ત્યા ધૂતારા ભૂખ્યા ન રહે…અમુક પૈસા પણ ભરવા તૈયાર થઈ ગયેલા !!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s