જયારે કુખે પાણો પાકે,દરરોજ વહેતા અશ્રુઓ પણ થાકે !

વ્યથા – રોનક ગજ્જર

લગ્નપ્રસંગ પતાવ્યા બાદ ઝડપભેર બસ સ્ટેન્ડ પર આવેલી બસમાં હું ફટાફટ ચડી ગયો,ઠસોઠસ બસમાં બેસવાની જગ્યાપણ મળી ગઈ,સવારથી સાંજના હડા-દડાથી માથું દુખતું હતું,બારીમાંથી પવનની મીઠી લહેરકી મને નિંદ્રાધીન કરવા તૈયાર હતી,એવામાં થાકોડા વચ્ચે મારા કાને કંઈક અવાજ પડ્યો જોતા મારી આગલી સીટ પર કાળા મોતિયના ચશ્માં,સફેદ વાળનું ઉપવન ધરાવતા બંકોડા ધારી વૃધ્દ્ધ એકીશ્વાસે બોલ્યે જતા હતા,એકીટસે ધ્યાન આપતા સમજાયું કે વેદનાઓનો ખારો સમંદર બાજુમાં બેઠેલા વૃદ્ધારૂપી અર્ધાંગીની પર ઠાલવી રહયા હતા, આંખમાં પાણી,કરચલીઓથી ખરડાયેલી ચામડી અને ઘોર-વીચારમાં ડૂબેલ એ વૃદ્ધા બસમાં જગ્યા ન મળતા નીચે જ બેસી ગયેલ અને એક હુંકારે એના પતિને સાંભળ્યા જતા હતા.

બસ ધીમે ધીમે આગળ વધતી રહી અને એકતરફી વાક-શીતયુદ્ધ પણ, “કોણે કીધું તું આટલો ભણાવવાનું ?,હાથના કર્યા હૈયે વાગ્યાને?,મોટા થઈને સામા થયા..હું કહી ખાઈને થાક્યો’તો પણ તને ક્યાં સાંભળવાની ય વાર હતી ?, જોઈ લીધુને પરિણામ?” જેવા ઊર્મિના વમળો પર કઠોર ઘા કરતા વૃદ્ધના એ વાક્યો ધડાધડ AK-47 ની ગોળીઓની જેમ શબ્દરૂપે નીચે બેઠે વૃદ્ધાના હૃદયની લાગણીઓને સોસરા વીંધી રહ્યા હતા, આંખ મહી સતત વહેતી અશ્રુધારાને વૃધ્ધાએ એ ઘડીક સાડીના પાલવ થકી વિસામો આપ્યો..સફેદવાળથી ઘેરાયેલ એ કાળામાથાના વૃદ્ધનો અતીત નો આક્રોશ સમી સાંજે પણ ઠર્યો ના હતો. અંગત વાતોની વેદના ભરી વહેતી વાક-સરિતા એ પાછલી સીટ પર બેઠા બેઠા જાણે મને તમામ પરિસ્થિતિનો તાગ આપી દીધો કે સીતેરેક વર્ષની વય વટાવી ચુકેલા એ દંપતીનો એકનો એક દીકરો હતો,દરેક મા-બાપની જેમ આ ગેઢા માવતરે પણ એના દીકરાને ભણાવી ગણાવી ડોક્ટર બનવાની હોંશ પુરી કરી આગળ ધપાવવા પોતાનું સર્વસ્વ એની પ્રગતિમાં હોમી દીધું,પણ ડોક્ટર બન્યા બાદ જોબનવંતી કન્યાની પ્રેમજાળમાં એ આધુનિક શ્રવણ એ દીકરો એવો ફસાયો કે પોતાના માં-બાપને પડતા મૂકી સીધો ભુજ થી અમેરિકા છૂ…!!! થઇ ગયો હતો. ક્ષણભંગુર પ્રેમને પામવા ૮૪ લાખ જનમફેરા ખાતા પણ ન મળે એવી માં-બાપ સમાન ભગવાનની મૂર્તિને ડોક્ટર દીકરાએ ઠુકરાવી દીધી હતી જેની વેદના એ વૃદ્ધ જીવનના અંતિમ તબક્કે જીવનસંગીનીને સંભળાવી વ્યથિત થઇ રહ્યા હતા.

હું આ બધું સમજુ ત્યાં સુધી મારી મંઝીલ આવી ચુકી હતી.આખી જિંદગી સંઘર્ષ કરી ભીને સુઈ,સુકે સુવડાવેલ દીકરા પાસે જીવન સંધ્યા એ સુખ ઇચ્છનાર એ માં-બાપને દીકરાએ જિંદગીના અંતિમ પડાવમાં વૃદ્ધાશ્રમરૂપી મંઝીલ દેખાડી દીધી હતી જે હવે માત્ર ૭ કી.મી દુર હતી ! હું બસમાંથી ઉતરી તો ગયો પણ જરા વિચારો ખચાખચ ભરેલા વૃદ્ધાશ્રમમાં આવા કેટલાય માબાપ પર શું વીતતી હશે? વૃદ્ધાવસ્થામાં છાંયડો ઈચ્છનાર આજના કેટલાય જીવંત ભગવાનને પેટના દીકરાઓ તડકે ઉભા રાખી દેતા હશે ? ક્ષણીક પ્રેમરૂપી ઝરણાને પામવા,કેટલાય ઉભરતા હૈયાઓ વાત્સલ્યરૂપી સમંદર ત્યજી દેતા હોય છે ! ત્યારે આધુનિક સમાજની વિસમતાનો વસવસો એ રહી જાય છે કે આવા કેટલાય પુત્રો જેના પાસે માં-બાપ છે તેની તેઓને કદર નથી,અને જેના માથે આ અમૃત છાંયડો નથી એ બિચારા આ અગાધ વાત્સલ્ય પામવા આવતા ૮૪ લાખ જનમફેરાની રાહમાં છે!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s