ક્યારેક મળજે

ક્યારેક મળજે, ભીતરથી જાણીએ એકબીજાને,
ક્યારેક મળજે,અંતરના ઉમળકે વધાવીએ લાગણીઓને,

હોય જો મન માં તો,તારી દે બધા દ્વેષ,વહેમ ખારા દરિયામાં,
પછી બની વહેમવિહોણી શુદ્ધ, નદી બની સમાઈ જા મુજ હૈયા માં,

ચોક્કસ મળશે લાગણીઓનું વળતર,જો વાવીશ પ્રીતનો પાક,
બાકીતો શિયાળે વરસી મેઘો, ઉગેલો પણ પાક ધોઈ જાય છે! – ‘અંશ’

Advertisements

લાગણી

તારી લાગણી ભરેલ સમંદર મહી ડૂબી જવું છે,
પછી ભલે તહી તાર ખાતા પણ ન આવડે!! – ‘અંશ’

‘પ્રેમ’ અને ‘વિશ્વાસ’ ની સીમા અથાગ છે,
‘શ્વાસ’ આગળ ‘વિશ્વાસ’ પણ મોથાજ છે !- ‘અંશ’

‘હું’ અને ‘તું’

ક્યારેક તું , ક્યારેક હું,
ક્યારે ન કરજે અલગ ‘હું’ અને ‘તું’,
ન રાખજે હું-પણું જ્યાં સુધી છું હું,
બાકી તો તું જ તું તારા વિના શું ‘હું’ ??? – ‘અંશ